AC નો યોગ્ય ઉપયોગ અને તેના ફાયદા
અત્યારે ભારત માં ઉનાળા ની ગરમી તેજ થઇ રહી છે તો AC ના વપરાશ અને તેના સેટિંગ વિશે ની થોડી જાણકારી શેર કરું છું.
આશા છે કે દરેક ને ઉપયોગી અને લાભદાયી થશે.
1. તાપમાન સેટિંગ
ACને 26 ડિગ્રી અથવા તેથી વધુ પર સેટ કરવું વધુ સારું છે.
જો તમે 20-22 ડિગ્રી પર AC ચલાવશો,tamne પરશેવો નહિ થાય અને તમારા શરીર માંથી toxic - ઝેરી કચરો પરશેવા રૂપે બહાર નીકળે છે તે નહિ નીકળી શકે,તે તમારા શરીર માટે ખતરનાક હોઈ શકે છે અને તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે.
26 ડિગ્રીથી ઉપર સેટ કરવાથી વીજળીની બચત થાય છે અને એસી વધુ સમય સુધી કામ કરે છે.
2. શરીરનું તાપમાન અને હાઇપોથર્મિયા
માનવ શરીરનું સામાન્ય તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે. શરીર 23 થી 39 ડિગ્રી વચ્ચે સહન કરી શકે છે.
જ્યારે રૂમનું તાપમાન 19-21 ડિગ્રી થાય, ત્યારે શરીર હાઇપોથર્મિયા (અતિ ઠંડક) તરફ જાય છે, જે રક્ત પરિભ્રમણને ખોટું કરી શકે છે.
એસી વધુ ઠંડો હોય ત્યારે શરીર પર બોજ પડે છે, અને લાંબા સમય સુધી એસી ચાલવાથી શરીર પર ખરાબ અસર થઈ શકે છે, જેમ કે ત્વચાની એલર્જી, હાઈ બ્લડ પ્રેશર, વગેરે.
3. એસી નો યોગ્ય ઉપયોગ
ACને 26 ડિગ્રીથી વધુ પર સેટ કરો અને પંખો ધીમી ગતિએ ચલાવો.
ચાદર અથવા પાતળી રજાઇને આસપાસ લપેટવાથી કોઈ લાભ નથી, તે ફક્ત વીજળી વધુ ખર્ચ કરે છે.
વધુ ગરમ તાપમાન (28 ડિગ્રી અથવા વધુ) વધુ સારું છે, જે વીજળી બચાવે છે અને આરોગ્ય માટે પણ યોગ્ય છે.
4. વિજળી બચત અને પર્યાવરણ
AC 26+ ડિગ્રી પર ચલાવવાથી વીજળીનો ખર્ચ ઓછો થાય છે.
ઓછા વીજળી વપરાશથી તમારા ખિસ્સામાં પૈસા બચી શકે છે.
જો દરેક ઘર આ રીતે ચાલશે, તો દરરોજ લાખો યુનિટ વીજળી બચી શકે છે, જે પર્યાવરણ માટે પણ લાભદાયક છે.
5. આપના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સૂચનો
ACને વધુ ઠંડો ન રાખો, કારણ કે તે તમારા શરીર અને મગજ પર બોજ લાવે છે.
પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજળી વધુ બચત થાય છે અને આરોગ્ય પર કોઈ બુરો અસર નથી.
સારાંશ:
ACને 26 ડિગ્રી અથવા વધુ પર સેટ કરો.
પંખો ધીમી ગતિએ ચલાવો.
વધુ ગરમ તાપમાન (28 ડિગ્રી અથવા વધુ) પસંદ કરો.
આ રીતે તમે વીજળી બચાવશો, આરોગ્યનું ધ્યાન રાખશો અને પર્યાવરણને ફાયદો પહોંચાડશો.
No comments:
Post a Comment